સ્વજન
સ્વજન
ગીત તમારું બનું હું,
તમે સંગીત બન્યા છો મારા,
લય બનું તમારા કાવ્યની હું,
તમે સૂર તાલ મારા.
શબ્દનો અર્થ પામું,
તમારી ખામોશીમાં,
મારું અક્સ મેળવું,
તમારા પ્રેમાળ નયનોમાં.
મારી પ્રત્યેક ક્ષણ મહેકે છે,
તમારા સંગાથથી,
મારું અસ્તિત્વ ઝળકે છે,
તમારા સ્નેહ સાંનિધ્યથી.
મારા જીવનના વિસ્તારનો,
સઘળો સાર છે તમારામાં,
તમારા પ્રેમના સારનો,
વિસ્તાર સદા મળશે મારામાં.
સ્વજન, આપનો આ સાથ મને છે,
પ્રાણથી પણ પ્યારો,
સ્વજન પામીને સફળ,
થયો છે જન્મારો મારો.

