સ્વીકાર
સ્વીકાર
ચાલ આજ એકાંતને પણ,
મનભરીને માણી લઉં,
જાતને પણ ઊંડાણથી,
શાંતચિત્તે તપાસી જોઉં.
વીતેલો સમય,ડૂબતો સુરજ,
વહેતુ પાણી, ને ખરતું પર્ણ,
કુદરતના આ ક્રમને પણ ચાલ,
ખુશીથી સ્વીકારી જોઉ.
બાળપણ,કિશોરવસ્થા યુવાની ને વૃદ્ધત્વ,
કુદરતની આ કડીઓને પણ,
મેળાના ચકડોળની જેમ,
સાક્ષીભાવે નીરખી જોઉં
જીવનદોરીમાં સમયાંતરે ઘણીવાર,
ગાંઠો વળી ગઈ છે,
રસ્સી જો સીધી ને સરળ થતી જ હોય તો
વણઉકેલી ગાંઠોને જરા ઉકેલી જોઉં
માયા સંબંધોની મુકવી અઘરી છે,
ને મુકવી પણ છે શું કામ ?
બસ, થોડો વિરામ આપી એની,
ગહેરાઈ ને પણ માપી જોઉં.
અંત તો નિશ્ચિત છે દરેક વસ્તુ નો,
અહીં 'નિપુર્ણ'
બાંહો ફેલાવી,ખુલ્લા મનથી,
એને પણ અપનાવી જોઉં.