STORYMIRROR

Neha Desai

Drama

3  

Neha Desai

Drama

સ્વભાવ છે

સ્વભાવ છે

1 min
279

વદ અને સુદ, એ તો, આંખોનો આભાસ છે,

શીતળ ચાંદની, તો, ચંદ્રનો સ્વભાવ છે !


પાપ અને પુણ્ય, એ તો, કર્મોનો હિસાબ છે,

સારું આચરણ, તો, મનુષ્યનો સ્વભાવ છે !


સફળતા અને નિષ્ફળતા, એ તો, પ્રયત્નનો પ્રકાર છે,

કાર્યરત રહેવું, તો, મનુષ્યનો સ્વભાવ છે !


શુભ અને લાભ, એ તો, ચોઘડિયાનાં પ્રકાર છે,

અંધશ્રદ્ધાની માન્યતા, તો, મનનો સ્વભાવ છે !


સુખ અને દુ:ખ, એ તો, જીવનનો પ્રવાહ છે,

મનની સંયમતા, તો, મનુષ્યનો સ્વભાવ છે !


અમીરી અને ગરીબી, એ તો, જીવનનું ચક્ર છે,

મનની નિશ્ચળતા, તો, મનુષ્યનો સ્વભાવ છે !


પ્રેમ અને નફરત, એ તો, 'ચાહત'નો પ્રકાર છે,

લાગણીશીલતા, તો, દિલનો સ્વભાવ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama