સવારના આવ્યો એનો કોલ
સવારના આવ્યો એનો કોલ
સવાર સવારમાં આવ્યો એનો કોલ,
સાંભળવા મળ્યા પ્રેમના બે મીઠા બોલ,
સ્થિર જળમાં કાકરી કઈ કુંડાળા સર્જે,
એમ એમના મીઠા બોલ સર્જી ગયા,
મધ મધતી ગુલાબો શી મહેકતી સ્મરણની ગલી,
ફોનમાં જાણે મોકલ્યું એણે સ્નેહનું ઝરણું,
મારી વર્ષોથી તૃષા ગઈ બુઝાઈ,
મારી જાતને મે નજદીકથી જાણી,
જીવનની હરેક ક્ષણ લાગી મને પ્યારી,
જાણે જીવન બન્યું ફૂલોની ક્યારી,
મળી ખુશી એવી જાણે મળ્યું કોઈ રાજપાટ,
હૈયે ખુશીઓએ લીધી રાસડાની રમઝટ,
ખુશીથી ઝૂમી ઉઠયું આ હૈયું ઝટપટ,
સવારની સૌરભ છે એ, મારી મનગમતી મોસમ છે એ,
લાગણીની ભીનાશ છે,
જીવનની મીઠાશ છે,
જીવનની લાગણી છે એ,
ને મનગમતી આંગળી છે એ,
પ્રેમની પરિભાષા જાણી એના થકી,
શબ્દોની મીઠી મહેક માણી એના થકી મે,
અંત શું આવશે પ્રેમમાં એ મને ખબર નથી,
બસ મારી પ્રેમની કથા આરંભી મે તો.
