સવાલ ના કર
સવાલ ના કર
કહેતાં ફરો કંઈ આમ-તેમ ના કર,
રોકવાનું- ટોકવાનું અમને ના કર.
ગરિમાં અમારી અમેય જાળવશું,
અમારામાં કોઈ તાંક ઝાંક ના કર.
આગળ વધવા કૈંક સંઘર્ષ કરીશું,
નારી સમજી તું ભેદભાવ ના કર.
મારાં વિચારોથી ઉજાળું ચારિત્ર્ય,
લાંછન લગાવાનાં, તું કામ ના કર.
મને પણ આવડે જવાબ આપતા,
પથ્થર સરીખા કોઈ સવાલ ના કર.
સમાજમાં દરજ્જો બેઉનો સરખો,
ઝીલ ને હક છોડવાની વાત ના કર.
