સ્વાગત
સ્વાગત
તમે આવ્યા ને હૈયા અમારા હરખે
ખુશી અમારી આજ ચહેરે છલકે,
અમે ફૂલ બનીને સ્વાગત કરીએ
તમે ફૂલ પાંખડી બની સ્વીકાર કરજો,
અમારો આનંદ હૈયે ન સમાય
તમે એને સહર્ષ સ્વીકારી લેજો,
અમ પામર મનુષ્યની આ ભાવના
તમે પ્રેમથી દિલમાં ઉતારી લેજો.
