સુપરમોમ
સુપરમોમ
મોમ તો મોમ હોય છે,
બાળકો માટે ભગવાન હોય છે,
કંઈ ક કષ્ટો વેઠતી 'મા',
ઈશ્વરથી કંઈ કમ નથી,
પૃથ્વી પર આવી અવતાર લે ભગવાન,
માના ખોળામાં પ્રેમ મેળવે ભગવાન,
જોયા કંઈક કાર્ટૂન સુપરમેનના,
મોમ જેવી સુપર કોઈ નહીં,
ના લે પૂરતી ઊંઘ, ના કરે આરામ,
બસ સવારથી કરે ઘરનું કામકાજ,
પ્રેમાળ હૃદય ને સરળ મોમ,
ઘરને જોડી રાખે સુપરમોમ,
મોમ તો મોમ હોય છે,
બાળકો માટે સુપરમોમ હોય છે.
