સુંવાળું સ્પંદન
સુંવાળું સ્પંદન
સુંવાળી કોખમાં સુંવાળું સ્પંદન અનુભવું,
તારું અડખું, પડખુંને હલચલને અનુભવું,
હું રાહ જોવું છું જ્યારે તારો જન્મ થશે,
છાતી સરસું ચાંપી કુમળો સ્પર્શ અનુભવું,
તારા રતૂમડાં ગાલ અને રતૂમડાં આ હોઠ,
બિડાયેલી મુઠ્ઠી ચૂમીને હૈયેહરખ અનુભવું,
સુંદર તારું મુખડુંને કાલીઘેલી તારી ભાષા,
ઊંઘમાં તું આપીશ હળવું સ્મિત અનુભવું,
ઘડાવીશ રૂપાળું ઘોડિયુંને ખનકતાં ઘૂઘરાં,
તું હસજે હું ખિલખિલાટ હાસ્ય અનુભવું.
