સુંદર શાળા મારી
સુંદર શાળા મારી
સુંદર શાળા મારી આતો સુંદર શાળા મારી
સંસ્કારોથી શોભતી એતો સુંદર શાળા મારી
ભજન ધૂન ને સંગીતમય પ્રાર્થના
શારદાની પૂજન કરતી શાળા સુંદર શાળા મારી
ગુરુજીનું જ્ઞાન લેતા પ્રેમનો પ્રસાદ આપતા
જ્ઞાનનો દીપક પ્રગટાવતા શાળામાં સુંદર શાળા મારી
બાળકોને જ્ઞાની બનાવતા સંસ્કારોનું સિંચન કરતા
બાળકોને પ્રગતિ કરાવતી શાળા સુંદર શાળા મારી
