નભ
નભ
નભ જરા આવ નીચું હજુ,
મારી સામે તારું શું ગજું ?
ખાલી રાતે જ બતાવે તું તારા,
ધોળે દિવસે બતાવું તને હું તારા.
સિતારા તેં કેટલા ગીચોગીચ ભર્યા,
મારે હૈયે એટલા તો ઉગમણે ઉભર્યા,
ઉડાડ્યા ભલે તેં વાયરા વંટોળિયા,
મારી ફૂંકે બન્યા ઝાઝા એનાથી પાળિયા.
નદી નાળા ભરાય એટલો પાડે વરસાદ,
વંહેચ્યો મેં અદકેરો એનાથી પરસાદ,
ખાટલે મારે એટલી જ ખોટ,
માંગવો પડે છે પેટ ભરવા લોટ.
નભ જરા આવ નીચું હજુ,
તને જનેતા માની હજુ સજું,
નભ જરા આવ નીચું હજુ,
મારી સામે તારું શું ગજું