તો સારું..!
તો સારું..!
1 min
36
હવે પ્રદૂષણનો બોજો થોડો ઓછો થાય તો સારું.
અંગાર આક્રમણને આવતું વહેલું રોકાય તો સારું.
ઠેરઠેર ઊઠે છે ફરિયાદો મલિનીકરણની ખેદ એનો,
કોઈ સુજ્ઞજનને સત્ય હકીકત સમજાય તો સારું.
જલ,વાયુને ધરાને રોજરોજ સહેવું રહ્યું કેટકેટલું,
ઓઝોનના સ્તરને તૂટતું સત્વરે બચાવાય તો સારું.
અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ છે પરિણામ પ્રદૂષણ તણું,
પર્યાવરણને રક્ષવાને કોઈ આગળ થાય તો સારું.
વાવી તરુવરને કરી જતન ઉછેરવાની આ વાત છે,
ગંદકીના સ્તરોને કાયમી અલવિદા કહેવાય તો સારું.