જળ વડે જીવન
જળ વડે જીવન
પળ પળ પળ જેના વિના નથી થતી કળ !
જળ જળ જળ એના સાથે ના કર છળ !
કર કર કર એનો ઉપયોગ બહુ તું કમ !
ડર ડર ડર ઉપરવાળાના દઉં તને સમ !
ફર ફર ફર દુનિયા આખી ભલે તું, ભમ !
સર સર સર વહાવી લાવે, ના કોઈમાં દમ !
ખળ ખળ ખળ વહેતા મીઠાં ઝરણે નીર !
વળ વળ વળ પાછો, ભૂગર્ભ તું ના ચીર !
ક્ષણ ક્ષણ ક્ષણ ના કામ વિનાનું અમથું ઢોળ !
જળ જળ જળ વધે ને બચે એવું કંઈક ખોળ !