સંપત્તિ (શિખરિણી છંદ)
સંપત્તિ (શિખરિણી છંદ)
દયા દાખી દેવે, અમન કરવા, રાત દિવસે
ભર્યા ભંડારો તેં, ચમન સરખા, ફૂલ ખિલતાં,
અમારા શ્વાસોમાં, મલક ભરનાં, વાયુ વહતા
શરીરે અંગોમાં, સજળ નયને, સ્મિત ભરતાં,
નવાણે દીધા છે, અમરત સમા, નીર નરવા
દિમાગે દેખાતા, સપન સરવા, સાર તરવા,
જમાને જોયા તે, મન વચનથી, કામ કરવા
અમારે રેવાને, રસકસ વને, ધન્ય ધરતી,
સવારે ઊઠીને, દિનકર દિસે, રમ્ય રમણે
સમી સાંજે રોજે, શયન તલપે, સૌમ્ય શમણે,
દયા દાખી દેવે, અમન કરવા, રાત દિવસે
ભરે પેટે દાણા, રકત ભરવા, વાત વિસરે.