પંખીડાની પાંખ
પંખીડાની પાંખ

1 min

24
પંખીડાને પાંખનું ગુમાન
બેખબર છું એટલી વાત માન,
ફેલાવવી પડે પંખ અંબર ઊડવા
ફફડાવે ક્યારેક બચી દોડવા,
ઊડે ઊંચું પરિંદું ગમે એટલું
ના અમ પ્રાણ પંખેરું ઊડે જેટલું,
વિચરે વિહંગ ઝુંડમાં બીકે મથી
એકલા ઝૂરીએ નથી હિંમત અમથી,
બાંધવા પડે તારે ઝાડવે માળા
ચાવી નથી મારવા તાળા,
પંખીડાને પાંખનું ગુમાન
અદેખાઈ પંખની એનું આ પ્રમાણ.