બાળક
બાળક

1 min

60
સ્વપ્નની દુનિયાથી ખોવાયેલો છે,
મજુરી કામથી ધેરાયેલો છે,
શાળાના બગીચાનાં અમે ફુલ છીએ,
તો પણ પૈસાથી અટવાઈ ગયાં છે.
નાનાં, માસુમ અમે ભુલકા છીએ,
તો પણ બે ટંગ ભોજન નાં ફાંફા છે.
અભ્યાસની અમને પણ ટક આપો,
અમે પણ આ દેશના જ સંતાન છીએ.
દેશ ને દુનિયાનો ઝગમગતો તારો બનાવીશુ,
જો સાથ તમે આજે આપશ તો અમારો.
નાનાં છીયે પણ આ નભ સુધી ઉડવું છે,
શું તમે શિક્ષણ ની પાંખ આપશો ?