ઝાકળ ઉગી ઘાસ પર
ઝાકળ ઉગી ઘાસ પર
1 min
19
ઠૂંઠવાતા ટાઢમાં ઘાસના તણખલા,
વાગોળતા વનમાં ભૂખ્યા આખલા,
નીપજી દયા દરિયાને રોતા ઘાસની,
મોળી મોકલી જળ બિંદુ કેરી ચાસણી.
મોતી બની ચીપકી ઝાકળ પાન પર,
ઉડી શરદી તૃણને આવી બેઠી છત્ર પર,
શીત ઉજાસ પાથરી આજ ઓષ અદકેરી,
વધારી શોભા શબનમ સમગ્ર શ્રુષ્ટિ કેરી.
આજ પ્રભાતે જરા ઝાકળ ઉગી ઘાસ પર,
નીરખી સૂર્યકિરણ ચાલ્યું નભ પથ પર,
ઠૂંઠવાતા ટાઢમાં ઘાસના તણખલા,
વાગોળતા વનમાં ભૂખ્યા આખલા.
