શિક્ષક - પથદર્શક
શિક્ષક - પથદર્શક


જીવનનો રાહ સુંદર એ બનાવે છે,
આવરણ અજ્ઞાનતાના હટાવે છે,
ડૂબવા ન દે કદી, પકડી લે હાથ,
જ્ઞાનના દીપ જીવનમાં પ્રગટાવે છે,
કાળાં પાટિયા પર ઘૂંટે સફેદ અક્ષર,
પથ્થરને કોતરી, શિલ્પ નવું કંડારે છે,
મારે ટકોરા નિત-નિત, કુંભારની જેમ,
કાચા પિંડમાંથી, પાકાં જીવનાર્થી બનાવે છે,
કરે શિક્ષા, બને કઠોર, હોય હૃદયથી ઉદાર
બની પથદર્શક, નિરંતર સ્નેહ વરસાવે છે,
કહો, ભલે તમે ગુરુ, શિક્ષક કે માસ્તર,
મા ના સ્તરે જઈને વિદ્યાર્થીને ભણાવે છે,
'તું જ થા ગુરુ તારો', જ્ઞાનમાર્ગ બતાવીને
પરમેશ્વર સાથે આત્માનો મેળાપ કરાવે છે.