નિભાડાની વાત
નિભાડાની વાત

1 min

10
નિરાકારને કરતો સાકાર
પકવતો કાચાને ખડતલ,
ધૂળનો લચક પિંડો કરે
પિંડાનો ઘડો ને માટલા,
દોસ્તી તરછોડાયેલની,
ગર્દભ સથવારે આવે માટી,
શેકાય પોતે અગ્નિરથ,
કરે પિંડની અગ્નિપરીક્ષા,
પકવે તાવડી કાંઠા કોડિયા,
રહી પોતે સાવ સ્થિતપ્રજ્ઞ,
શેકતો ગામના રોટલા,
શોભાવતો પાણીયારા,
પોતે રહી ગામથી દૂર,
પોષતો આખા ગામને,
નિરાકારને કરતો સાકાર,
પ્રાચીન એટલો જ નિભાડો.