સુમેળ
સુમેળ
વર્ષાના વાદળ ને ધરાનો તો સદીઓથી દેખીતો પ્રેમ છે,
ક્ષિતિજે મિલનના મ્હોરામાં દેખાય છે એ તો ખોટો વહેમ છે !
આ વૃક્ષ તો સદા સદીઓથી ઊભાં એક સ્થિતપ્રજ્ઞની જેમ છે,
ને ખળખળ વહેતી નદીઓ તો અસ્તિત્વનો અફર નિયમ છે !
કોણ વિન્ધાશે અહીં પહેલા આસોપાલવ કે પછી ગલગોટો,
સદીઓથી બાગના માળીઓને તો આ બસ કર્મનો ખેલ છે !
ગળી જશે ગમમાં ગુલાબ ને ઓગળવું સાકરનું નિશ્ચિત છે,
ગુલકંદ તો એકબીજાની ઓળખ ખોવાય એવો એક મેળ છે !
ક્યાં ઘી ને ક્યાં કપાસ ને જુઓ કેવો સ્નેહનો 'પરમ' સુમેળ છે,
એક બની સાથે ઝળહળી ગયા જે પ્રગટ જ્યોતમાં 'પાગલ' છે !
