STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સુખનું દ્વાર પરિવાર

સુખનું દ્વાર પરિવાર

1 min
318

પરિવાર જો હોય સાથે તો જિંદગી જાજરમાન છે,

આપણે છીંએ પરિવાર માટે અને પરિવાર આપણું સ્વાભિમાન છે.

 

પરિવાર સાથે જીવવાની મઝા જ છે કાંઈક અલગ,

સંયુકત પરિવાર, આપણી સંસ્કૃતિની શાન છે.

 

આધી, વ્યાધી અને ઉપાધિ તો હોય છે દરેકની જિંદગીનો ભાગ,

હોય પરિવાર સાથે તો, દરેક મુશ્કેલીનું સમાધાન આસાન છે.

 

સામાજીક સમીકરણો અને સમસ્યાનું મળી રહે છે વ્યવહારીક જ્ઞાન,

સહજ અને પ્રેમાળ બાળ ઉછેર માટે, સંયુકત પરિવાર એક વરદાન છે.

 

થોડું જતું કરવાની ભાવના જો હોય ને આપણી જિંદગીમાં,

તો સંયુકત કુટુંબની પ્રથા, ઘણું બધું આપવા શક્તિમાન છે.

 

ભારતીય સંસ્કૃતિનું પ્રસિદ્ધ સૂત્ર છે ‘વિશ્ર્વ છે એક પરિવાર’

પરિવારની ભાવના થકી, સમગ્ર સૃષ્ટિનું ઉત્થાન છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational