સુખી પરિવાર
સુખી પરિવાર
જ્યાં સ્વર્ગનું સુખ પણ લાગે ફિક્કું,
જ્યાં મળે સહકાર હૂંફનો ખજાનો,
જ્યાં મળે વાત્સલ્ય,
જ્યાં મળે આનંદનો ઓડકાર,
એજ સાચો પરિવાર,
જ્યાં સૌના સુખે સુખી,
જ્યાં સૌના દુ:ખે દુઃખી,
દુઃખ પણ અહી આવતા કરે સો વખત વિચાર,
એવો સુંદર મારો પરિવાર,
ઈશ્વર પણ ઝંખે આવો વહેવાર,
ભેગા મળી સૌ દુઃખ ને પણ બનાવી દે તહેવાર,
એવો સુંદર મજાનો પરિવાર,
લક્ષ્ય સુધી પહોંચવા માટે ખેડે સુંદર ડગર,
મુશ્કેલીમાં પણ રાખે અડગ,
સુખ દુઃખનો સહિયારો પ્રવાસ,
ભેગા મળી સ્વર્ગ સમો બનાવે આવાસ,
જ્યાં ના કોઈ વાદ વિવાદ
જયાં પ્રેમનો છે સદા નાદ,
જ્યાં બરફની જેમ પીગળી જાય વિષાદ,
જ્યાં પૂરી થાય મનની બધી મુરાદ,
જ્યાં પ્રેમનો મળે પ્રતિસાદ,
જ્યાં નથી કોઈ વિખવાદ,
ઈશ્વરને નથી કોઈ ફરિયાદ,
પરિવારરૂપી કિંમતી આપ્યો છે પ્રસાદ,
જેના થકી થાય જીવનમાં ખુશીઓનો વરસાદ,
હે ઈશ્વર કરી બંદગી હું આપું એનો પ્રતિસાદ.
