સત્યનું હટાણું
સત્યનું હટાણું
કરવા ગઈ સત્યનું હટાણું;
પણ મળ્યું મોહરા પાછળનું જૂઠાણું,
ન બગડે, ન વાસ મારે, લ્યો મુખોટાનું જૂઠાણું;
ખબર ન પડે એમ, ડંખ મારે આ માનવનું જૂઠાણું,
માનવ...ભાર લાગશે તને મુખોટાઓનો;
પણ નીતિમત્તા શીખવશે સત્યતાનો રસ્તો,
જગતના દરેક મુખોટા હશે મીઠા;
જોશું ઊંડે, તો છે દરિયાના પાણી જેવા ખારા,
મીઠા શબ્દોથી આકર્ષે મોહરા પાછળનું જૂઠાણું;
કડવા શબ્દોથી સમજાવશે સત્યતાનું સમૂહગાણું,
માણસાઈમાં, ધરા, ગગને છુપાયું છે સત્યનું હટાણું;
ઠેર-ઠેર જોવા મળશે મોહરા પાછળનું જૂઠાણું.
