સત્ય-અસત્ય
સત્ય-અસત્ય
સત્ય અને અસત્યની હંમેશની મુંઝવણમાં
અર્ધસત્યને જ સત્ય માની લેવાય છે
પોતે સત્ય હોવા છતા જે સાબીત ના થઈ શકે
એ સત્યને પુરાવાના અભાવે અસત્ય માની લેવાય છે
આત્મવિશ્વાસ વિના બોલાયલા સત્યને
અસત્ય કેમ માની લેવાય છે ?
આત્મવિશ્વાસ સાથે બોલાયલા અસત્યને
સત્ય કેમ માની લેવાય છે?
સત્ય તો સત્ય છે એ બદલાતું નથી
પણ અસત્યની ચાદરથી એને ઢાંકી દેવાય છે
અસત્યની એ ચાદર ઉડી ના જાય એ માટે
લાગવગ અને પૈસાનું વજન મુકી દેવાય છે
જાણવા છતા સત્યને નજરઅંદાઝ કરીને
અસત્યને સ્વિકારી કેમ લેવાય છે ?
'સચે કા બોલબાલા જુઠે કા મુહ કાલા'
આ કહેવત ખોટી જ સાબીત થાય છે
નાનપણથી અસત્ય સાંભળી-સાંભળીને
ઘડપણમાં પણ સત્ય ક્યાં બોલાય છે ?
સત્યની મશાલ લઈને જો કોઈ નીકળે તો
અસત્યના વરસાદ થકી મશાલ ઓલવાય છે
પણ સત્ય તો ક્યાં બોલાય છે ?
સત્ય, ક્યાં બોલાય છે ?