સ્ત્રીના પાત્રો
સ્ત્રીના પાત્રો
નારી તારા રૂપ છે અનેક,
કયા રૂપને આપું હું સન્માન.
મા તણું રૂપ છે વિશાળ,
વરસે છે વહાલ એમાં મુશળધાર.
નારી તારા રૂપ છે અનેક...
દીકરી તણું રૂપ છે કોમળ,
વહે છે લાગણીઓ એમાં અપાર.
નારી તારા રૂપ છે અનેક...
બહેન તણું રૂપ છે મધુર,
રહે છે વહાલ એમાં સુમધુર.
નારી તારા રૂપ છે અનેક...
પત્ની તણું રૂપ છે પ્રેમાળ,
લાગે છે ત્યાગનો એમાં પહાળ.
નારી તારા રૂપ છે અનેક...
નારી તારા રૂપ છે અનેક,
કયા રૂપને આપું હું સન્માન.