સ્ત્રી
સ્ત્રી
ઈશ્વરનું એ ઉત્તમ સર્જન,
પોતે પણ સક્ષમ કરવા સર્જન,
અત્યંત ભાવવાહી હદય,
કોમળ ઋજુ નાજુક સંવેદનાઓ,
પ્રેમની તો આદ્ય રૂપા
સ્ત્રી,
હા એ જ સ્ત્રી,
જેને ક્યારેક દેવી,
ને ક્યારેક કુલ્ટા નવાજવામાં આવે,
સમાજનું અભિન્ન અંગ,
સર્જન કરી સૃષ્ટિમાં લાવવા,
ઈશ્વરીય આશિષ વરદાન,
શું નથી કરી શકતી એક સ્ત્રી.
સંબંધો નિભાવવા, સારું ચરિત્ર ઘડતર,
સારું શિક્ષણ સંસ્કાર શિસ્તબદ્ધ જીવન,
ઉમદા ગુણો વિકસાવી વ્યક્તિ સમાજની ઘડતર
કરી શકવાની ક્ષમતા,
કશો જ બદલો ના આપો,
ફક્ત પ્રેમ આપો,
ના દેવી, ના શક્તિ,
કઈ જ ઉપમા નહિ,
ફક્ત માણસ સમજી,
બની રહેવા દો,
સ્ત્રીને સ્ત્રી જ રહેવા દો.
