STORYMIRROR

Patel Padmaxi

Inspirational Others

4  

Patel Padmaxi

Inspirational Others

સરતો સમય

સરતો સમય

1 min
277

સમય તો સદા સમયનું કામ કરે,

ઉદય કયાંક તો વિલયનું કામ કરે.


કોણ અટકાવી શકે એને વ્હાલા ?

ચીંધી આંગળીએ એ નામ કરે.


મહેફિલો જે ભરી ભરી રહેતી,

કદીક તેને ઉજજડ વિરાન કરે.


મૂરઝાયેલા ચમનમાં ફૂંકી પ્રાણ,

નિ:ષ્પ્રાણને પણ પ્રાણવાન કરે.


બદલીને પાસાં વિચારધારાના,

અણધાર્યું જ કોઈ તોફાન કરે.


વિચારેલું ત્યાં રહી જાય મનનું,

એવા આપણ ખોટાં અનુમાન કરે.


મારું, મારું કરી જીવી જે જિંદગી

એમાં જ જો ખુદને મહેમાન કરે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational