સરખામણી
સરખામણી


કોણ વધુ પ્રેમ કરે કૃષ્ણને, રુક્ષ્મણી કે પછી રાધા,
વિચાર આવો કરનારના પ્રેમમાં જ આવે બાધા,
કોણ છે વધારે મહાન, દ્રૌપદી કે પછી મીરાં,
પડયો નથી ફેર, પામ્યા છે જેણે કૃષ્ણ ને ખુદમાં જ પુરા.
કોણ વધુ નસીબદાર, કુબ્જા કે સત્યભામા,
માયા છે બધી ઈશ્વરની, નથી બીજો કોઈ ઉદ્દેશ્ય આમાં,
પડ્યા નહોતા આ બધા એ પળોજણમાં કે કૃષ્ણ છે મારા કે તમારા,
સ્વીકાર્યું એમણે કે એ યુગપુરુષ છે સમગ્ર વિશ્વના.
કૃષ્ણ સીમિત નથી નિપુર્ણ, કોઈ પણ દાયરામાં
પ્રતિબિંબ છે અંતરમનનું, પામશો એટલા, ચાહશો જેટલા તમારી ઇચ્છામાં.