સરકારી શાળામાં શું છે
સરકારી શાળામાં શું છે
સરકારી શાળામાં શું છે,
શિક્ષણ સાથે સંસ્કાર છે,
હળવાશ સાથે હમદર્દી છે,
જ્ઞાન સાથે ગૌરવ છે,
શબ્દોની સાથે શણગાર છે,
મહેનતની સાથે મહાનતા છે,
પ્રગતિની સાથે પરાકાષ્ઠા છે,
શિસ્તની સુંદર શરૂઆત છે,
સ્વચ્છતાની સુંદર જાળવણી છે,
સરકારી શાળામાં શિક્ષણ સાથે સંસ્કૃતિની માવજતની શરૂઆત છે.
