સર્જન
સર્જન
પોતાની સાથે રોજ સર્જન કરતી રહુ છું,
નવુ નવુ આમ રોજ શીખતી રહુ છું.
પરિશ્રમ કરી દોડતી રહુ છું,
ગ્રહોને પણ હું ક્યાં માનુ છું !
સર્જનાત્મક શક્તિને ખિલવતી રહુ છું,
ભાવના ભીતરથી મજબૂત કરુ છું.
નસીબના ભરોસાથી પર રહુ છું,
અમાપ શક્તિનો ભરોસો કરુ છું.
જે સતત સર્જન કરતો હોય છે ,
એજ સફળતાના શિખર ચડતો હોય છે.
