STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૭૦

સરદારનું ગીત-૭૦

1 min
683

રકતસ્નેહ


પત્રો ન લખતા લાંબા, કદીયે સરદાર રે;

ને જેલવાસના ગાળે, લખ્યા પત્રો અપાર રે.

પત્રો ઉપરથી તેનું, હ્રદય ઓળખાય રે;

ઝાંખી કોમળતાની તો, એના વડે જ થાય રે.


પત્રો પુત્ર-પુત્રી સાથે, ગાંધીજીને લખેલ રે;

સાથીદારોય તેઓનો, લાભ લઈ શકેલ રે.

વે’વારનું ઘણું જ્ઞાન, પત્રોમાંથી જણાય રે;

ઉદાર દિલની વાત, એના દ્વારા પમાય રે.


જાણવા મળતી એમાં, પ્રભુશ્રદ્ઘા અપાર રે;

કદીક મળતા જોવા, ખીલેલા સરદાર રે.

મણિબહેનને તેમાં, શિખામણ લખેલ રે;

કો’ને ન દુભવે એવા, વર્તનનું કહેલ રે.


મૂંઝાય જાય ભાઈલો, એવું કૈં ન કરાય રે;

દુ:ખના સમયે એને, પૂરો સાથ અપાય રે.

ડાહ્યાભાઈ કદી’ પામે, પિતાની શીખ એક રે;

સ્વભાવ શાંત રાખીને, રહેવું નિત નેક રે.


આપવું દુ:ખ કોઈને, એ સારું ન ગણાય રે;

ઉન્નતિમાં કદી’ કો’નો, અવરોધ ન થાય રે.

નાનેરાં માણસો સાથે, મીઠાશ જ રખાય રે;

કામમાં ઉપરીઓની, મર્યાદા જળવાય રે.


માગીને ભૂલની માફી, સહુ સાથે ભળાય રે;

એવું ન કરવું જેથી, આબરૂ દૂર જાય રે.

એક તરફ રાષ્ટ્રનો, કરતા રે’ વિચાર રે;

બીજો વિધુર બેટાનો, માથે રહેલ ભાર રે.


કુટુંબ બાબતે તેઓ, શીખ દેતા રહેલ રે;

સાથીદારો વિશે જાણ, કાગળમાં લખેલ રે.

સાથીનાં મોતથી તેઓ, દુ:ખી પણ થયેલ રે;

દુ:ખમાં પણ તેઓની, ભાગીદારી રહેલ રે.


**

પડેલ જેલમાં હોય, ધ્યાન રાખે અનેકનું;

આમ શોભાવતા તેઓ, પદ એ સરદારનું.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics