Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૪૮

સરદારનું ગીત-૪૮

1 min
525


યરવડામાં-૧ (ઈ.સ. ૧૯૩ર)


ગાંધીજીનો નશો ચડયો, પ્રજા ઘેલી બનેલ રે;

સરદાર અને કોંગી, આતુર થૈ’ ગયેલ રે.

ગાંધીને ન મળે માટે, ઘણાંને પકડેલ રે;

ને સરદાર માટે કૈં, બહાનું ન મળેલ રે.


વાટાઘાટે ચડે ખૂબ, ગાંધી ને સરકાર રે;

ગાંધીજીને કહે તેઓ, આપવા સહકાર રે.

વાઈસરોયની વાતે, જો સંતોષ ન થાય રે;

તો સવિનયનો જંગ, ફરી ચાલુ કરાય રે.


સરકારે લડાઈની, તૈયારીઓ કરેલ રે;

નેતાને પકડી લેવા, ખૂબ મંડી પડેલ રે.

પકડે જાન્યુ. ચોથીએ, ગાંધી ને સરદાર રે;

અનેકને કરી લીધા, આમ ગિરફતાર રે.


પજવવા બધી રીતે, પોલીસ થૈ’ કઠોર રે;

ને ગોળીબાર-લાઠીનો, છૂટો મૂકેલ દોર રે.

શાંતિને સ્થાપવા માટે, આવા યત્નો કરાય રે;

પરંતુ એમની આશા, ફળીભૂત ન થાય રે.


એમના જુલમો સામે, વધી ગયો વિરોધ રે;

ને સરકાર મંડાણી, વાળવા પ્રતિશોધ રે.

કોઈને કરતા નાગા, કો’ની મૂછો કઢાય રે;

લૂંટે મંગળસૂત્રોને, જે સૌભાગ્ય ગણાય રે.


ગાડી પાછળ બાંધીને, ઘણાંને ઘસડેલ રે;

એંશી વરસનાં ડોશી, જેલ ભેગાં કરેલ રે.

સરદાર અને ગાંધી, યરવડા રખાય રે;

એ સરદારને ખૂબ, મહત્ત્વનું ગણાય રે.


છોડી ચાને અહીં આવી, ભાતનો શોખ જાય રે;

ગુવાર શિંગનું શાક, ખાણ જેવું જણાય રે.

ગાંધીજીને રમૂજોનો, આપતા પકવાન રે;

ને સાથોસાથ તેઓની, સેવા કરે મહાન રે.


**

આમ યરવડા જેલે, સમય વીતતો થયો;

તેમાંય એકબીજાનો, પરિચય થતો ગયો.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Classics