STORYMIRROR

Meena Mangarolia

Inspirational Tragedy Others

3  

Meena Mangarolia

Inspirational Tragedy Others

સપ્તપદી

સપ્તપદી

1 min
27K


આજ યાદ આવે છે...

સપ્તપદીના સપ્તરંગી ફેરા...

સોંપ્યો જમણો હાથ તારા હાથમાં...

દિપક આજ મીઠો આરંભ હતો

આપણાં લગ્નજીવનનો...

વિતેલી ક્ષણો, ઘડીઓ અને રાતો...

એજ સંવાદો અને પડઘા ઓ સાથે

હું રોજ અથડાઉં છું.

આજ એજ રળિયામણી રાત આવી

અને ધીમેથી દસ્તક દીધી..

તારા ટેરવે થી ટપકતા શબ્દો મારી અર્ધનિંદરા જગાડે..

તારી યાદોની વણઝારમાં હું

રાતદિવસ ભૂલી ગઈ..

દિપક મારા સંઘરેલા આંસુઓનો

હવે ભાર લાગે છે

મારુ મન પણ સ્થિતપ્રજ્ઞ થઈ ગયું...

હાથમાં રાખી હાથ આજ બેસવાનું મન થાય છે

તને આજ ભીંજવીને તારાજ સ્પર્શથી મહેંકવાનું મન થાય છે...

પણ દિપુ એ મીઠો સ્પર્શ કયાં...?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational