સ્પર્શની અસર
સ્પર્શની અસર
સ્પર્શ મળી ગયો આ ફૂલોને ડાળખીનો,
ડાળખીના પ્રેમે ફૂલો એ બાગ મહેકાવી દીધો.
સ્પર્શ મળ્યો આ ધરતીને વર્ષા બિંદુનો
ધરતી મહેકી ઉઠી,
સોળે શણગાર સજી બેઠી.
સ્પર્શ મળ્યો આ ફૂલોને ઝાકળનો,
મોતી જેમ ચમકી ઉઠ્યા,
પૂરા બાગને મહેકાવી બેઠા.
મીઠડો સ્પર્શ મળ્યો સમંદરને સરિતાનો,
આ સમંદર હરખાઈ બેઠો,
જો ને !કેવા ઘુઘવાટા કરી બેઠો.
સ્પર્શ થયો આત્માને પરમાત્માનો,
માણસ મટી ફરિશ્તા બની બેઠો.
સ્પર્શ થયો મજનુંને લૈલાના સાચા પ્રેમનો,
જોને ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે પ્રસિધ્ધ થઈ બેઠો.