STORYMIRROR

sonu sonanu

Romance

4  

sonu sonanu

Romance

સપનું

સપનું

1 min
377

મારા સપનાંનો મહેલ સજાવું હું ઇચ્છાઓની ઇંટોથી,

મારા સપનાંનાં રાજકુમારને વધાવું મારા અખૂટ સ્નેહથી.


મારાં મહેલનાં બગીચે મઘમઘતાં ખીલે ફૂલડાની સુવાસ,

વાતાવરણ સર્જાવું એવું રંગીન કે પતંગિયા ફરે બિન્દાસથી.


પંખીડાની પ્રીત પાંગરે મારા આંગણે એવો છાંયડો આપુ,

અંતરની મીઠાશથી ભર્યા ભોજન પીરસી મુક્ત કરી ભૂખથી.


મારા જીવતરમાં હશે સંતોષ, સ્નેહ ,સંપતિ, સહકાર,

આવા મેઘધનુષ ખીલે મારા આંગણે હાસ્યનાં વરસાદથી.


હોય ભલે આ 'સપનું' કરીશ એને સોનેરી હકીકત,

આ વાસ્તવની દુનિયામાં ફરશું રાજા રાણીનાં તાજથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance