સ્પંદનોની સુવાસે
સ્પંદનોની સુવાસે


એક પ્યારની મહેકતી શ્વાસે,
હુંફાળા એ સ્પંદનોની સુવાસે,
પ્રિયજનનો આહ્લાદક વ્હાલ,
મને જો સાંપડે સલૂણો સાથ,
ઉન્માદ તો દિલમાં ઉભરાતો,
રોમેરોમમાં હું તને જ ચાહું !
આંખોનાં અનુપમ સૌંદર્યને,
હું ડુબતી અગાઢ ઉંડાણમાં,
પ્રેમરસને પીવાની એ ચાનક,
દિલાસો મળતો તારાં સહારે,
હદયનાં તાદમ્યને સ્પર્શતો,
રોમેરોમમાં હું તને જ ચાહું !
તારી સુરતને સ્મૃતિએ ધરે,
શમણાંની પ્યારી સોગાતે,
માદકતાએ મોહી વિસાત,
સ્થુળ જીવનનાં એ મુકામે
જિંદગીને આપમેળે રંગતો,
રોમેરોમમાં હું તને જ ચાહું !