STORYMIRROR

Sheetal Bhatiya

Inspirational Others

3  

Sheetal Bhatiya

Inspirational Others

સફળતા

સફળતા

1 min
26.6K


ખીલી ઊઠે જયાં સોળ કળા, 

ને એ કળા મન મારું રંગે !

હું થઈ જાઉં ઓતપ્રોત, 

મનગમતી પ્રવૃત્તિ સંગે !

એજ સફળતા મારી ! 


હું નથી કોઈ હરીફ જોડે, 

જીવનની દોડધામ ભરી સ્પર્ધામાં !

મારે તો કરવું રહ્યું પુરુષાર્થ, 

વિશ્વાસ જ્યોતિની શ્રધ્ધામાં,

એજ સફળતા મારી ! 


જે મળ્યું છે એને માણતાં માણતાં,

જાણું હું તો 'સ્વ'ના મર્મને !

જેની હોય ઝંખના મુજને,

સપનાથી સજાવી લઉં મારા એ કર્મને !

એજ સફળતા મારી ! 


મળે મુજને જયાં હાશકારો, 

મીઠો મીઠો શીતળતાનો !

થંભી જાઉં નિરાંતે હું ,

મેળવું લ્હાવો એની નિર્મળતાનો !

એજ સફળતા મારી ! 


જીવનપથ પરના કંટકો પર ,

પ્રસરાવી દઉં પુષ્પોનું સૌહાર્દ ! નિજાનંદની સ્વપ્નમસ્તી માં જ ,

'સ્વપ્નીલ 'ની કુશળતા વસે હૃદયાર્થ !

એજ સફળતા મારી ! 




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational