સફળતા
સફળતા
હાથ ન લગાવું મોબાઈલને, મેળવું સફળતા,
યા હોમ કરીને જંગમાં જંપલાવીને મેળવું સફળતા,
સમયની બરબાદીને કેમ સહન કરૂં ?
એક એક પળની કિંમત સમજીને મેળવું સફળતા,
ધ્યેયનું પરિણામ મળે મને કેવી રીતે અહીં ?
અડગ મનનાં માનવી બનીને મેળવું સફળતા,
હૈયે હામ રાખી છે મેં સફળ જીવન જીવવાં,
સૌ પૂજે અહીં ઊગતા સૂરજને, મેળવું સફળતા,
"સખી" ના હાથ ઊઠે છે પ્રાર્થના કરવા ઈશ્વરને,
મહેનત મારી ને ફળ તમારું લઈને મેળવું સફળતા.
