સોનેરી સવાર ઉગી
સોનેરી સવાર ઉગી
સોનેરી સવાર આતો સોનેરી સવાર
દિવસોને સજાવતી સોનેરી સવાર,
સોમવારની સરળ બનાવતી સંસ્કારો શીખવતી સહકાર શીખવતી સોનેરી સવાર,
મંગળવારની મીઠાશ પાથરતી મોહક બનાવતી મનોહર રાખતી મંગલમય સોનેરી સવાર,
બુધવારની બુદ્ધિ વધારતી બળવાન બનાવતી બહેતરીન સોનેરી સવાર,
ગુરુવારની ગૌરવશાળી ગુંજન કરતી ગીતો ગાતી ગગનચુંબી સોનેરી સવાર,
શુક્રવારની સમજ આપતી સંસ્કારો શીખવતી સહકાર વધારતી સોનેરી સવાર,
શનિવારની સાગર છલકાવતી શિસ્ત શીખવતી સોહામણા બનાવતી સૌરભ પાથરતી સોનેરી સવાર,
રવિવારની રાજી રાખતી રિવાજો સાચવતી રંગોની રમઝટવાળી સોનેરી સવાર.

