સોહામણી નાર
સોહામણી નાર
"હેમ મઢેલો ચૂડી ચૂડલો
ખણકે કેવો આ વારંવાર
ભાલે ચમકે રૂડો ચાંદલો,
સોહે નયન નમાવતી નાર."
જોઈ વિચારી અણીએ
ઘરમાં સદા ગુણવંતી નાર.
રૂપ જોઈને જે મોલ કરે,
નરના પસ્તાવાનો નહીં પાર.
" સોહે હાથે ચૂડી હેમની,
હેમ સરીખા રૂડા હાથ.
ચંદ્ર શરમાતો નીરખી તને,
વાદળ મહીં છુપાય."
"ગોરી તારા નૈન બે,
જેવા અરજણ કેરા બાણ
જે દિ' વાગ્યા કાળજે,
મુજ હૃદયે પડ્યું છે ભંગાણ."

