સંસ્કૃતિ ધરતીની
સંસ્કૃતિ ધરતીની
આ વૈવિધ્યથી ભરપૂર ભારત દેશ,
અવનવાં રંગે દીપે સૌના વેશ.
સંસ્કૃતિનો તો છે અમુલ્ય ખજાનો,
એના માટે પાગલ હતાં અઢળક સમ્રાટો.
અમુલ્ય વારસાથી દીપે આ ધરતી,
એનું રુણ ભુલાય કેમ કરી ?
પરંપરા છે આ દેશની,
સત્યના રાહબર બનીશું !
ગાંધીના માર્ગે યાત્રા શરૂ કરીશું,
પણ કળયુગને પહોચવા કાજે,
જરૂર પડે સરદાર પટેલ બનીશું.
મા ને માતૃભૂમિની રક્ષા કાજે,
દેશના સુપુત્રો શહીદી વહોરે છે,
આ ભારતભૂમિના જયજય કાજે.
