STORYMIRROR

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

સંન્યાસી

સંન્યાસી

1 min
682


હું છું સંન્યાસી

એકાંતમાં હું અવાજ સાંભળતો

અવાજમાં હું શાંત રહેતો

હું છું સંન્યાસી..


નિરાકાર સ્વરૂપને પામવા

ધ્યાન મગ્ન હું રહેતો


નિજાનંદમાં હું રહેતો

મસ્ત બનીને હું ફરતો

સદૈવ આનંદ હું કરતો..


જોગી વેષે ભૂતત લગાવી

લોકોથી અળગો હું રહેતો..


અલખનિરંજન કરી

હાથ લંબાવી

ભીક્ષામદેહી હું કરતો


હરિમિલનની તાલાવેલી

હૈયે હેત ન માતો


હંમેશા હું મારી જ મોજમાં

પ્રભુ ભજન હું કરતો


હવે તો સાક્ષાત્કાર

એજ મોક્ષ મારો...

એથી જ તો હરિ નામ હું જપતો


ધર્મ, શિસ્ત, પવિત્રતા,

દયા, કર્મ, ત્યાગ, દાન,

સન્માન,

આ જ મારા સગા

એમને જ વહાલ હું કરતો..


સાંભળ સંસારી તું જો આમાનું

અડધું અપનાવે

તો સફળ તારો જન્મારો..



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational