સન્નાટો
સન્નાટો


ગજબનો સન્નાટો છે હવાઓમાં,
ઊભો છું હું ગામમાં કે પછી સ્મશાનમાં?
રમતિયાળ નદી કે ઘૂઘવતો આતંકીત દરિયો,
પસંદ તારી છે, રહેવું છે મોજમાં કે દવાઓની સાથમાં,
થઈ જા થોડો હળવો, શું કામ રહે તું ભારમાં,
થાય ક્યાં બધું એનું ગમતું, લડાવે છે જે અર્જુનને પણ કુરુક્ષેત્રમાં.