સંગત
સંગત
હે પ્રભુ,
તારી સંગત છે, ને
તું જીવન અરમાન ને શ્વાસ છે,
જીવન ઉચ્છવાસનો આઘાત છે,
તારી સંગત વિશ્વાસ છે,
હું જે કંઈ છું,
તેનો તું આધાર છે,
તું જ તેજ છે ને પડછાયો છે.
તું મિત્ર, તું સખા જગમાં,
મારું કોણ અહીં આધાર છે,
તું જ મારી હસ્તી ને મસ્તી,
તું જ જીવન મઝધાર છે.
