સંગીત મારા જીવનનો માર્ગ
સંગીત મારા જીવનનો માર્ગ
આજે તો મસ્ત મઝાની સાંજ છે, ઓટલે બેસી ચાની ચુસ્કીઓ સાથે સાંજ ની મઝા માણી રહી હતી. એ મંદ મંદ વાતો સમીર જાણે આતમ ને ટાઢક આપી રહયો હતો. આકાશમાં ઉડતા વિહંગો પણ જાણે પોતાની પાંખો હલાવી મને બોલાવી રહ્યા હોય એવું લાગે છે, મારું મન આપોઆપ જ એક ધૂન ગણગણતા લાગે છે, હું પેલા પક્ષીઓ સાથે એવી તો ઉડવા માં મસ્ત છું કે કયું ગીત ગાઈ રહી છું એનો પણ ખ્યાલ નથી રહેતો, કેટલી વારે મને ખ્યાલ આવે છે કે,
પંછી નદિયા.. પવન કે જોંકે
કોઈ સરહદ ના ઈન્હે રોકે...
શું ગીત છે યાર, શું શબ્દો છે, જોરદાર. હવે આ કોણે ગાયું અને કોણે લખ્યું સાચું કહું તો એની સાથે મને કંઈ જ લેવા દેવા નથી. આમ પણ હમણાં ના અમુક ગીતો જ હદય સ્પર્શી હોય છે, બાકી તો સાંભળવા ના પણ નથી ગમતાં.
કોઈપણ કામ શરું કરું એ પહેલાં જ ગીત શરુ કરું.. તો કામ કરવામાં એક ઉમંગ રહે, અરે હું તો ગાતી જ હોઉં મારી સાથે મારા પપ્પા, મારા પતિદેવ, મારો દિકરો બધાં જ પોત પોતાના કામમાં વ્યસ્ત હોય છતાં કયારે ગીત ગાવા મંડે એ ,એ લોકો ને પણ ન ખબર હોય. રોજ સાંજે અમારા ઘરમાં રાજકપૂરના ગીતો સાંભળવા મળે. ઘણીવાર મેં એમને બોલતા સાંભળ્યા છે કે, કિંજલ મમ્મીના મનગમતા ગીતો છે, એટલે સ્વાભાવીક જ આ ગીતો અમને ગમે છે. આ સાંભળતાં જ મમ્મી ગાતી હોય એવું લાગે છે, એની યાદ અપાવી જાય, પણ મીઠી યાદ."
લગ જા ગલે કે ફીર યે હંસી રાત હો ન હો
શાયદ ફીર જનમ મેં મુલાકાત હો ન હો..
આતો વાત થઈ મારા સંગીતમય જીવન ની. સંગીત, નૃત્ય, નાટક એ આપણા જીવન ના અવિભાજ્ય અંગ છે, એ દરેક માણસ ને જીવંત રાખે છે. હું થી મને મેળવવાનું કામ કરે છે.
હવે વાત મારા સંગીતમય વ્યવસાય ની..
હું એક ટીચર છું. મને મારા બાળકોને (વિદ્યાર્થીઓ)ને રોજ જ કંઈને કંઈ નવું કહેવાનું ગમે છે. તમને હું જણાવી દઉં કે વિદ્યાર્થી ઓ પાંચ હોય, પચાસ હોય કે પાંચસો એ બધા જ સાથે હું પર્સનલી ટચમાં રહું છું, આ મારી ખાસીયત ગણો તો એ અને મારી ખુબી ગણો તો પણ એજ. હું કલાસમાં પગ મૂકું કે તરત જ બ
ધા જ પોત પોતાની મસ્તી છોડી મને ગુડ મોર્નિંગ કહેવા મંડી પડે છે. રોજ જ મારા માટે ફૂલો લાવ્યા હોય, ચોકલેટ હોય, અરે તમે માનશો નહીં આમલી, બોર પણ હોય. હું મારા કલાસની શરૂઆત જ ગીતથી કરું છું. દરરોજ એ લોકો જ શોધી લાવે નવા નવા ગીતો, મસ્ત પાંચેક મિનિટ ગીત ગાઈને ભણવાનું ચાલુ કરીએ, એક કલાક કયાં પતી જાય ખબર પણ ના પડે. બધા એકદમ ખુશખુશાલ, મસ્ત મઝા કરતાં અને ગીત ગાતા ગાતા ભણીયે. ઘણીવાર મોટીવેશનલ સ્ટોરીઓ પણ કહું છું.
હું અહીં એક ચોખવટ કરી લઉં મારા બાળકો નવમાં ,દશમાં ધોરણના અને અગિયાર, બાર સાયન્સના છે. અને એ પણ A+ લાવનારા વિદ્યાર્થીઓ. ઘણીવાર હું એમને સાંજે ફરી કલાસમાં બોલાવું તો પણ એ જ ગીત ગાતા ગાતા આવતા હોય અને સામે હું પણ એ જ ગીત ગાતી હોઉં જે સવારે ગાયું હોય.
અરે, હમણા હમણાં હું છ, સાત, આઠ ધોરણમાં પણ અંગ્રેજી ભણાવવા જતી હતી. આ લોકો સાથે પણ આમ જ ગીત ગાતી અને ભણાવતી. તમે માનો નહીં સાહેબ રોજના દશ લેકચર તો લેતી જ કોઈ વાર તેર પણ થઈ જતાં. પણ એટલી જ ફ્રેસ જેટલી સવારે સાત ના લેકચર માં હોઉં. આ ગીતો જ મને તરો તાજા રાખે છે. આખો દિવસ મારો કયાં નીકળી જાય ખબર જ ના પડે.
મારી એક પધ્ધતિ છે ભણાવવાની, વંચાવવાની એમની રીતે મારી પધ્ધતિથી એટલું જ સહેલી રીતે ભણાવી જાઉં કે એ લોકોને ભણવામાં પણ કંટાળો ન આવે અને અઘરું પણ ન લાગે. મને લાગે છે કે એક શિક્ષક મિત્ર પણ હોઈ જ શકે અને એ જ હું કરું છું. મારા જીવનમાં સંગીતને પ્રાધાન્ય આપ્યું છે.
છેલ્લે મારું જ ફેવરીટ પીકચર "આનંદ" રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને એમાં જોરદાર એકટીંગ કરી છે, આમાનું જ ગીત જે હંમેશા હું દરિયા કિનારે ફરતા ફરતા ગાઉં છું.
જીંદગી કે સી હૈ પહેલી હાય
કભી તો હસાયે,કભી યે રુલાયે.
કભી દેખો મન નહીં જાગે,
પીછે પીછે સપનોં કે ભાગે.
એક દિન સપનો કા રાહતો.
ચલા જાયે સપનોં સે આગે કહાં.
જીંદગી કે સી હૈ પહેલી હાય
કભી તો હસાયે,કભી યે રુલાયે.