સ્નેહનું સરનામું
સ્નેહનું સરનામું

1 min

241
સ્નેહનું સરનામું તારુ સ્મરણ,
તારી યાદનો કોમળ સ્પશૅ,
મન પર દીવાસળી જેવો,
કૈક લખુ તમારા માટે.
તમારી યાદોની પાંદડીઓ,
ભેગી બની યાદોનો,
પુષ્પ ગુચ્છ બનાવું,
અત્ર, તત્ર, સવૅત્ર મળે માત્ર
તમારુ સ્મરણ.
હું તમારી અભિસારિકા,
વાતો વા'ને તારુ સ્મરણ કરાવે,
જેમ તારુ ફૂલોની જેમ ખીલવું,
મારા નૈનોમાં શમણાંને.
સોણલા શણગારમાં
મારા તારુ સ્મરણ,
કૃષ્ણનું મોરપીંછને,
રાધાની વાંસળી,
અંતરમાં વસ્યા છો.
ચહેરા હતા ઘણા પણ,
નજર અટકી બસ,
માત્ર તમારી પર..
મીઠી વીરડીને ફૂટે એક કુંપળ,
મારા રુદિયામાં આજ.