STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

સ્નેહનો હિંચકો

સ્નેહનો હિંચકો

1 min
454

સલૂણી સવાર, ચાંદનીની વિદાય..

પલ્લવો હસે, પૂષ્પની પાંખડીઓ રડે,

ઉષાના રંગો લઈ, આંખડીના લૂંછે છે આંસુઓ,

કમળની પાંખડી અને આપણી આંખડી,

આજ એક થઈ છે મારા વાલમ,


સ્નેહનો બાંધ્યો છે હિંચકો,

તારી રાહે હુંતો રાતભર જાગી,

રોજ ઉગતી સવાર અને વળતી સાંજે,

તારા હિંચકા સંગ, મારુ મન ગભરાટ કરે,


આજ ઝૂલા ઝૂલે મારો સાયબો,

મારા રૂદિયામાં ખાલીપો ખખડે,

રોજ વળતી સાંજે સ્નેહ હિંચકો,

મને સાદ પાડી બોલાવે તારી પાસ,

હું દોડી દોડી આવું તારી આસપાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance