સ્નેહની બચત
સ્નેહની બચત
ક્રોધમાં જિંદગી આ વીતી ચાલી ગઈ,
હવે સુખની બચત કરો.
પોતાના સાથે લાગણી રાખી
હવે સ્નેહની બચત કરો.
દુશ્મનો સાથે પ્રેમનો વ્યવહાર કરી,
હવે સંબંધની બચત કરો.
અન્યાય સાથે પાપના ભાગીદાર બની,
હવે પુણ્યની બચત કરો.
પૈસા પૈસા કરતાં જિંદગી ખર્ચાઈ,
હવે પૈસાની બચત કરો.
પૈસાનો વેડફાટ કરી
માનવ મટી ગયો,
હે માણસ હવે મહામૂલી જિંદગીની બચત કરો.
