STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

કરજો કસોટી

કરજો કસોટી

1 min
437

કરજો કસોટી કોટિ વાર,

નહીં પાછા પડીએ તલભાર,


તું જ ખેવૈયા ડર ના લગાર,

અમે ભવસાગર તો કરશું પાર,


સાધના સમ આ છે સંસાર,

ધૂપ છાંવ, સુખ દુઃખ છે સાર,


શિવ સમાન રહેવું અવિકાર,

અલિપ્ત ભાવે સદા અલગાર,


તન આ સાધન નૌકા વિહાર

આતમ ને જાવું ભવપાર,


સાધક થઈને લઉં પતવાર,

ધૈર્ય, નમ્રતા, સમતા ધાર,


ધર્મ કર્મના ભાતા સથવાર,

મુક્તિ કિનારે નાંખ્યા લંગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational