STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આ વાદળી કેટલુંય શીખવી ગઈ

આ વાદળી કેટલુંય શીખવી ગઈ

1 min
176

એક વાદળી જીવન જીવવાની કળા શીખવાડી ગઈ,

હૈયે હોય પીડા તો ભાર ખંખેરતા શીખવાડી ગઈ,

લોકો શું કહેશેની ચિંતા મૂકી,

મનની મરજી પ્રમાણે રહેતા શીખવાડી ગઈ,


મન મૂકીને વરસવાની કળા શીખવી ગઈ,

લેવા કરતાં આપવામાં મજા છે,

એ સિદ્ધાંત શીખવાડી ગઈ,

એકનું એક હજાર ગણું મળે,

એ ઈશ્વરના સિદ્ધાંતને સાબિત કરી ગઈ,

આ વાદળી આસ્થાની મહત્વતા શીખવાડી ગઈ,

હોય ભલે લાખો દુઃખ,

વ્યક્ત કરો આંસુથી,

વ્યક્ત કરો શબ્દોથી,

હૈયે ના રાખો કોઈ ભાર,

બસ એ ખૂબસૂરત વાતો શીખવાડી ગઈ,


સૂરજ સાથે મિત્રતા કરી,

આપી વર્ષા બુંદ,

આકાશે મેઘ ધનુષ્ય સજાવી ગઈ,

મહેનત અવશ્ય રંગ લાવે જ છે,

એ સનાતન સત્ય શીખવાડી ગઈ,

ડુંગર પર વરસે,

ધરતીને ભીંજવે,

આ વૃક્ષને પ્રેમથી નવરાવે,

ઝૂંપડીમાં પણ વરસે,

મહેલમાં પણ વરસે,

એ બધાને સરખા રાખે,

નાના મોટાના ભેદભાવ ના રાખવા એ નૈતિક મૂલ્યો શીખવાડી ગઈ,


પર્વતો સાથે વાતો કરે,

ધરતીને રસાતાળ કરે,

ફળ ફૂલ ને પાક આપે,

ધરતી ને સજાવે,

શમણાં નવા સજાવે,

એ છે ઉચેરી વાદળી,

તોયે ધરતી ને પ્રેમથી ચૂમે,

નમ્રતાનો એ પાઠ શીખવાડી ગઈ,


સૌનું મન ડોલાવે,

હૈયે હરખ લાવે,

મૌસમ ને મસ્ત બનાવે

છીપ ને મોતી બનાવે,

કેટલુંય દાન કરી ક્યાં ગાણાં એ ગાઈ છે

બસ નિરાભિમાની રહેવાનું શીખવાડી  ગઈ,

આ વાદળી કેટલું શીખવાડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational