Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Adira Patel

Inspirational

4.5  

Adira Patel

Inspirational

ઈશ્વર અને આત્મા વચ્ચેનો સંવાદ

ઈશ્વર અને આત્મા વચ્ચેનો સંવાદ

1 min
296


કહ્યું' તું તમે ખૂબ જ સુંદર છે આ દુનિયા,

હાં, સાચે જ ખૂબ જ સુંદર છે આ દુનિયા !


આ સુંદરતાને આંખોમાં સમાવી મહેસૂસ કરજે,

પણ આ સુંદરતાની પાછળ લલચાઈશ નહીં !


કહ્યું' તું તમે અવનવાં સંબંધો બંધાશે આ દુનિયામાં,

હાં, સાચે જ ઘણાં નવાં સંબંધો બંધાયા છે આ દુનિયામાં !


આ સંબંધોને ઈમાનદારી પૂર્વક હૃદયથી નિભાવજે,

પણ આ સંબંધોની મોહમાયામાં ફસાઈશ નહીં !


કહ્યું' તું તમે મળશે સુખ અને વૈભવ આ દુનિયામાં,

હાં, સાચે જ છે અપાર સુખ અને વૈભવ આ દુનિયામાં !


આ સુખ અને વૈભવને પૂરા મનથી માણજે,

પણ આ સુખ અને વૈભવનાં નશામાં છકી જઈશ નહીં !


કહ્યું' તું તમે મળશે ઘણાં રસ્તાઓ આ સફરમાં,

હાં, સાચે જ મળ્યા છે ઘણાં રસ્તાઓ આ સફરમાં !


આ બધાં જ રસ્તાઓને ધ્યાનપૂર્વક સમજજે,

પણ આ રસ્તાઓની વચ્ચે ગૂંચવાઈશ નહીં !


કહ્યું' તું તમે આવશે ઘણી મુશ્કેલીઓ આ જીવનમાં,

હાં સાચે જ આવી છે ખૂબ જ મુશ્કેલીઓ આ જીવનમાં !


આ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરજે,

પણ આ મુશ્કેલીઓથી ગભરાઈશ નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational